*

મુખ્યમંત્રી સડક યોજના હેઠળના કામમાં ડેડીયાપાડા તાલુકામાં ભ્રષ્ટાચાર: *સિંગલ ગભાણ ગામે સડક નાં બદલે રૂ.૧૮૧.૪૮ લાખના શ્રી દાયમા કન્ટ્રક્શન, રાજપીપળા દ્વારા લગાવવામાં આવેલ બોર્ડ તેમજ એક વર્ષથી અધૂરું કામ જોવા મળ્યું!!!*તાહિર મેમણ : ડેડીયાપાડા – 14/02/2024-ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સિંગલ ગભાણ ગામે આઝાદી ના આટલા વર્ષો બાદ પહેલીવાર મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત શ્રી દાયમા કન્ટ્રક્શન રાજપીપલા દ્વારા બનતો રોડ છેલ્લા એક વર્ષથી અધૂરો છોડી મૂકાતા તેમજ ભારે માત્રામાં ભ્રષ્ટાચાર કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.સિંગલ ગભાણ ગામે સડક નાં બદલે રૂ.૧૮૧.૪૮ લાખના શ્રી દાયમા કન્ટ્રક્શન, રાજપીપળા દ્વારા લગાવવામાં આવેલ બોર્ડ તેમજ એક વર્ષથી અધૂરું કામ જોવા મળ્યું છે, ત્યારે તે કામમાં પણ હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૩ માં કામની શરૂઆત થઈ હતી અને આ કામ ૨૦૨૩ માં જ પૂર્ણ કરવાની વય મર્યાદા હતી, પરંતુ કોઈ ને કોઈ કારણોસર હજુ પણ કામ પૂર્ણ નહિ થતાં તેમજ કામ ટલ્લે ચડતા ગ્રામજનો તેમજ વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ગામમાં રહેતા યુવાનો તેમજ મહિલાઓ, શિક્ષકો, તેમજ આંગણવાડી બેહનો અને ગ્રામજનોને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે તકલીફ નો સામનો કરવાની નોબત આવી પડી છે.નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં સિંગલ ગભાણ ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રૂ.૧૮૧.૪૮ લાખનાં ખર્ચે પુલો સહિત ૨.૩૦ કી.મી.રોડ ને મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં રાજપીપળા ની શ્રી દાયમા કન્ટ્રક્શન દ્વારા કામોનો ઈજારો મેળવવામાં આવ્યો હતો. તારીખ ૦૯/૧૨/૨૦૨૩ થી કામ શરૂ કરવામાં આવનાર હતું અને તારીખ ૦૮/૧૦/૨૦૨૩ નાં રોજ કામ પૂર્ણ કરવામાં આવનાર હતું. જે કામ હજુ સુધી પૂર્ણ ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે અને વહેલી તકે આ રસ્તા નું કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે. અને જો કામ વહેલી તકે પૂર્ણ ન થાય તો ગ્રામજનોએ આવનારી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાનું પણ મન બનાવી લીધું છે. *સળગતા સવાલ:** મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બનતા રોડનો હિસાબ લેનારૂ કોઇ નહીં?* શું કોન્ટ્રાક્ટરો આ રીતે બોર્ડ લગાવીને લાખો રૂપિયા તિજોરીમાં ભરે છે?* કોન્ટ્રાક્ટરોને કોની વગ બચાવી રહી છે?* ગામડાના લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખનારા લોકો સામે પગલા ક્યારે?* સમય મર્યાદામાં કામ કેમ નથી થતાં પૂરા?* જનતા પૂછે છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટ કેમ ન કરવા જોઇએ?* સરકારના વિકાસના કામો થી જનતાને વંચિત રાખનારા સામે કડક પગલા કેમ નહીં?* શું સિંગલ ગભાણ ની જેમ જિલ્લાના અન્ય ગામોમાં પણ રોડના ખાલી બોર્ડ મરાયા હશે?* શું ડેડીયાપાડા નાં સિંગલ ગભાણના કિસ્સાના ઉજાગર થયા બાદ જિલ્લાના અન્ય ગામોમાં સર્વે કરાશે?



