Navsari: ગુરુકુલ વિધામંદિર સુપાના વિધાર્થીઓને અગ્નિવીર અગ્નિવીર પ્રોજેક્ટ ની વિસ્તૃત માહિતી અપાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ અગ્નિપથ’ યોજના ભારતીય યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે
સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તક પૂરી પાડે છે-આચાર્ય પરેશ દેસાઈ, અગ્નિવીર યોજનાનો આશય આકર્ષક પે-સ્કેલથી યુવાનોને સૈન્ય તરફ આકર્ષવાનો છે. આ યોજના હેઠળ ચાર વર્ષના સમય માટે અગ્નિવીરોની સૈન્યમાં ભરતી કરાશે. ગુરુકુલ વિદ્યામંદિર સુપાના યુવા વિદ્યાર્થીઓને અગ્નિવિર પ્રોજેક્ટ ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ૧૩ ફેબ્રુઆરી થી ૨૨ માર્ચ સુધી અગ્નિવીર માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે ત્યારે ગુરુકુલના પ્રત્યેક વિદ્યાર્થીઓને અગ્નિવીર માટે માહિતગાર કરવામાં આવ્યા ખાસ કરીને ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ટૂંકા ગાળામાં શ્રેષ્ઠ રોજગારી મેળવે અને તેમનામાં દેશભાવના,અનુશાસન નો વિકાસ થાય અને સશસ્ત્ર સેનામાં જોડાય તે ઉદ્દેશ્યથી વિદ્યાલયમાં અગ્નિવીર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત શારીરિક રીતે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને નિયમિત રીતે તાલીમ મળી રહે અને પોતાની શ્રેષ્ઠ કારકિર્દી માટે વિદ્યાર્થીઓ તૈયાર થાય તેવું લેખિત આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ગુરુકુલના વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાન અને લેખિત પરીક્ષાથી માહિતગાર થાય તે માટે પુસ્તકાલયમાં આવા પુસ્તકો વસાવીને સમયાંતરે જનરલ નોલેજ ની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અગ્નિપથ’ યોજના ભારતીય યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તક પૂરી પાડે છે” તેવું આચાર્ય પરેશભાઈ દેસાઈએ જણાવ્યું છે કેળવણીની શરૂઆત રાષ્ટ્ર ભક્તિથી થવી જોઈએ. આ ઉદ્દેશ્ય થી ગુરુકુળ વિદ્યામંદિર સુપામાં અગ્નિવીર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સમય અંતરે પ્રેરણાત્મક ફિલ્મો , સામાન્ય જ્ઞાન,પ્રોજેક્ટર ઉપર ખાસ શિક્ષણ અને તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને શારીરિક તૈયારી કરવામાં આવશે.ગુજરાત ગુરુકુલ સભાના મંત્રીશ્રી પંકજસિંહ ઠાકોર અને પદાધિકારીઓ દ્વારા પ્રોજેક્ટ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.