MORBIMORBI CITY / TALUKOUncategorized

MORBI:મોરબીના રફાળેશ્વર ગામ નજીક ટ્રકની હડફેટે એકટીવા ચાલક કમકમાટીભર્મોયું મોત

મોરબીના રફાળેશ્વર ગામથી ચોકડી જવાના રસ્તે ટ્રકે એકટીવાને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ટ્રક્નું ટાયર એકટીવા ચાલક પ્રૌઢ ઉપર ફરી વળતા તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક રેઢો મૂકી ટ્રક ચાલક નાસી ગયો હતો. સમગ્ર અકસ્માતના બનાવ મામલે મરણ જનારના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી તપાસ શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર બગથળા ગામે રહેતા ધીરજલાલ છગનભાઈ મેરજા એ આરોપી ટ્રક રજી.નં. જીજે-12-એટી-8181ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી કે ગઈકાલ તા.04/02ના રોજ સાંજના આશરે ચાર વાગ્યે ઉપરોક્ત ટ્રક રજી. નં.ના ચાલક આરોપીએ ટ્રક ફુલ સ્પીડમાં માણસોની જીંદગી જોખમાય તે રીતે ગફલત ભરી અને બેફકરાઇથી બેદરકારીભરી રીતે ચલાવી ફરિયાદીના ભાઇ રાજેશભાઇ છગનભાઇ મેરજા ઉવ.૫0 રહે હાલ. મોરબી કેનાલ રોડ રામકો બંગલોની પાછળ અમુલ્યમ એપાર્ટમેન્ટ, બ્લોક નં.૫૦૧, મુળરહે.બગથળા ગામવાળાને તેના એક્ટિવા મોપેડ રજી.નં.જીજે-36-એએ-0810ને પાછળના ભાગેથી હડફેટમાં લઇ વાહન અકસ્માત કરી ટ્રકના વ્હીલનો જોટો રાજેશભાઈના માથા ઉપરથી ફરી જતા એકટીવા ચાલક રાજેશભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક રેઢો મૂકી નાસી ગયો હતો. અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button