GUJARATMORBIUncategorized

ABVP મોરબી દ્વારા GMERS કોલેજો ની તબીબી સ્નાતક ની ફી માં ધરખમ વધારો પાછો લેવા ડીન ને આવેદપત્ર આપવામાં આવ્યું.

ABVP મોરબી દ્વારા GMERS કોલેજો ની તબીબી સ્નાતક ની ફી માં ધરખમ વધારો પાછો લેવા ડીન ને આવેદપત્ર આપવામાં આવ્યું. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિધાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિધાર્થીઓને થતા અન્યાય સામે લડત આપતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે. ઉપરોકત્ત વિષય અંગે જણાવવાનું કે, ગત તારીખ 20 જુલાઇ 2023 ના રોજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે, જીએમઇઆર સોસાયટી ની સહી વાળા પરિપત્ર થકી વર્ષ 2023-24 માટે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા મા આવેલ.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ૨૦/ ૭/૨૩ ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ જેમાં રાજ્ય ની 13 GMERS મેડિકલ કોલેજ ની કી નો વધારો જેમાં સરકારી કોટા માં ૩૩૦ લાખ થી વધી ને 5.50 લાખ મેનેજમેન્ટ કોટા માં 9 લાખ થી 17 લાખ કરવા મા આવેલ છે. સરકાર દ્વારા GMERS થકી વિધાર્થી ને શુલભ શિક્ષણ ઉપ્લબ્ધ કરવા રચના કરવામાં આવેલ છે. ત્યારે સરકારી કોટ મા 66.66 % ને મેનેજમેન્ટ મા 88.88 % નો ફી વધારો કેટલું વ્યાજવી છે ? એક જ શૈક્ષણિક વર્ષમાં ફી નો વધારો યોગ્ય અને વિધાર્થી હિત નો જણાતો નથી.

ગુજરાત ની 13 GMERS જે જિલ્લાઓમાં આવેલ છે ત્યાં વિધાર્થીઓ પાસે લગભગ બીજી કોઈ સરકારી તબીબી કોલેજો આવેલ નથી. મધ્યમ વર્ગ ના વિધાર્થીઓ આ GMERS કોલેજોના આધારે જ પોતાનો ભાવિ તબીબી શિક્ષણ જોઈ રહ્યા હતા. પરંતુ આ એક પરિપત્ર માત્ર થી ફી માં આટલો વધારો કરવો એ વિધાર્થીઓ સાથે અન્યાય કરતો નિર્ણય છે. જેથી તેજસ્વી વિધાર્થીઓ ને પોતાના રાજ્ય/દેશ છોડી બીજા રાજ્ય/દેશ મા મેડિકલ ની શિક્ષા પ્રાપ્ત કરવા મજબૂર થવુ પડ્યુ છે.

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સ્પષ્ટરૂપે માંગ કરે છે કે GMERS કોલેજોમાં તબીબી સ્નાતક માં પ્રવેશ ઇચ્છુક વિધાર્થીઓ ના કી ધોરણમાં કરેલ વધારો 7 દિવસમાં પાછો ખેંચી વિધાર્થી હિત મા નિર્ણય કરવામાં આવે. એવી અભાવિપ માંગ કરે છે. જો વિધાર્થી હિત મા નિર્ણય ન આવે તો અભાવિપ પાસે ઉગ્ર આંદોલન કાર્ય સિવાય રસ્તો રહેશે નહિ, જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી ની રહેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button