સાવઁજનિક હોસ્પિટલમાં મહિલા મેડીકલ કેમ્પ જિલ્લા ભાજપ પ્રમુખ માનનીયશ્રી કનુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો.
મા રમાબાઈ જન્મ જયંતિએ આજે સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા તથા સાબરકાંઠા ડોકટર સેલ દ્વારા ઈડર તાલુકાના જાદર ખાતે એચ.કે.પટેલ સાવઁજનિક હોસ્પિટલમાં મહિલા મેડીકલ કેમ્પ જિલ્લા ભાજપ પ્રમુખ માનનીયશ્રી કનુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો. આ કેમ્પમાં જિલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કરી મહેમાનો તથા ડોક્ટરોને આવકારેલ. કેમ્પમાં ખુબ મોટી સંખ્યામાં આવેલ મહિલાઓને સેનેટરી પેડ, સગભાઁ મહિલાઓને ખજૂર અને ગોળનુ વિતરણ કરવામાં આવેલ. તમામ મહિલાઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ કરી દવા નિશુલ્ક આપવામાં આવેલ. ડોક્ટરોને પણ ગીફ્ટ આપી આભાર માની સન્માન કરવામાં આવેલ. આ કેમ્પમાં જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી વિજયભાઇ પંડ્યા, મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નટુભાઈ પરમાર, તા.પં.પ્રમુખ કાંતિભાઈ પટેલ , ઉપપ્રમુખ મુંળસિહ ચૌહાણ, જિલ્લા મોરચા મહામંત્રીશ્રીઓ ભાનુપ્રસાદ દેસાઈ,જગદીશભાઈ સોલંકી , રમેશભાઈ વણકર, જિલ્લા મંત્રી મીનાક્ષીબેન ગઢવી, જિ.પં.શિક્ષણ સમિતિ ચેરમેન હિમાંશુભાઈ નિનામા, આરોગ્ય સમિતિ ચેરમેન અનુસુયાબેન ગામેતી, વેપારી એસોસિએશન પ્રમુખ ગીરીશભાઈ પટેલ, પાથઁભાઈ પરમાર,દશરથભાઈ પરમાર,હસમુખભાઇ તીરગર, તાલુકા મોરચા પ્રમુખ મોતીલાલ વણકર, ખેમાભાઈ પરમાર, ડો.આર.ડી.પરીખ, હષાઁબેન વણકર, અલકાબેન, કેમ્પ સંયોજક કૈલાશબેન ચૌહાણ, લીલાબેન પાટીલ, વિજયભાઇ પરમાર, વિનોદભાઈ પરમાર, તા.પં.સદસ્ય વસંતભાઈ પટેલ,અશ્વિનભાઈ પરમાર,જીગરભાઈ પરમાર,બેચરભાઈ ચેનવા તથા હોદ્દેદારો, કાયઁકરોએ મોટી સંખ્યામાં હાજર રહેલ. હોસ્પિટલ સ્ટાફે તથા મેનેજમેન્ટ વિભાગમાંથી ડો.મોહનભાઈ પટેલ તથા મંત્રી હસમુખભાઇ તરફથી પણ ખુબ સહકાર મળેલ હતો……….. અહેવાલ.. કિરણ ડાભી… સાબરકાંઠા.


