MORBI:જાંબુડીયા પ્રા. શાળા અને રાજગઢ પ્રા.શાળા વચ્ચે ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો

જાંબુડીયા પ્રા. શાળા અને રાજગઢ પ્રા.શાળા વચ્ચે ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ
જામસર સીઆરસી ની શ્રી વીડી જાંબુડીયા પ્રા. શાળા અને રાજગઢ પ્રા.શાળા વચ્ચે ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ શ્રી વીડી જાંબુડીયા પ્રા.શાળા ખાતે યોજાવો.જેમાં સમુહ પ્રાર્થના કરી જામસર સીઆરસી કૉ.ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ ગામમાં સરપંચશ્રી કાજીયા ચંદ્રેશભાઇ ડી PM શ્રી વરડુસર પ્રા.શાળાના આચાર્યશ્રી ધામેચા પંકજભાઈ સી અને શ્રી રાજગઢ પ્રા.શાળા આચાર્યશ્રી ચૌધરી રાકેશભાઈ ડી ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.જેમાં twinig પાર્ટનરશીપ અંતર્ગત શિક્ષકો દ્વારા જુદી-જુદી એક્ટિવિટી જેવી કે ક્વિઝ સ્પર્ધા,રમત ગમતની પ્રવૃત્તિઓ,ગણિત અને વિજ્ઞાન લગતી પ્રવૃત્તિઓ,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગરે કરવામાં આવેલ જેમાં ધોરણ 6 થી 8 ના તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.અને ભાગ લીધેલ તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી વીડી જાંબુડિયા પ્રા.શાળા આચાર્યશ્રી ખોખલ ચેતનાબેન વી ના માર્ગદર્શન થકી શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને ખૂબ સફળ બનાવવામાં આવ્યો.