MEHSANAUncategorizedVIJAPUR

વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ માં કેન્દ્ર સરકાર ની યોજના ના લભાર્થીઓનો સંમેલન યોજાયો

વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ માં કેન્દ્ર સરકાર ની યોજના ના લભાર્થીઓનો સંમેલન યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓ સાથે વીડિઓ કોન્ફરન્સ યોજી ચર્ચા કરી

વાત્સલ્યમ સમાચાર

સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુર તમાકુ માર્કેટ ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની તમામ 182 વિધાનસભાના 10 લાખ લાભાર્થીઓ તથા કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત લભાર્થી ઓનો  સંમેલન યોજાયો હતો જેમાં તાલુકા માંથી આવાસ યોજના તેમજ આયુષ્યમાન સહિત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લાભો મેળવનાર દરેક લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની વીડિઓ કોન્ફરન્સમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ભાજપના સાંસદસભ્ય શારદા બેન પટેલ પૂર્વ ધારાસભ્યો રમણલાલ પટેલ કાંતી ભાઈ પટેલ તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ જીલ્લા ભાજપના ભરતપટેલ ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ આશાબેન પટેલ માધુભાઈ પટેલ યોગેશપટેલ કમલેશ કાકા સહિત ભાજપ ના અગ્રણીઓ હોદ્દેદારો સહીત ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ લાભાર્થીઓ સાથે વીડિઓ ઉપર ચર્ચાઓ કરી હતી જેમાં તાલુકાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button