
વર્લ્ડકપમાં મહારાષ્ટ્રના પુણેના સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 4 વિકેટે 357 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 35.3 ઓવરમાં 167 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે આફ્રિકા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
સાઉથ આફ્રિકાએ આપેલા 358 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ડેવોન કોનવે 2 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જે બાદ એક પછી એક વિકેટ પડતા આખી ટીમ 167 રનમાં ઓલાઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી કેશવ મહારાજે સૌથી વધુ 4 વિકેટ ખેરવી હતી. જ્યારે માર્કો જેન્સને 3 વિકેટ લેવામાં સફળતા મળી હતી. તેમજ ગેરાલ્ડ કોએત્ઝી પણ બે વિકેટ લીધી હતી.
[wptube id="1252022"]