SPORTS

World Cup 2023 : નેધરલેન્ડ સામે અફઘાનિસ્તાનનો 7 વિકેટથી વિજય

વર્લ્ડકપ 2023માં અપસેટ સર્જનાર બે ટીમ નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે લખનઉના એકાના સ્ટેડિયમમાં મુકાબલો ખેલાયો હતો. જેમાં નેધરલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 31.3 ઓવરમાં ટાર્ગેટ પાર પાડીને 7 વિકેટથી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે.

નેધરલેન્ડની ટીમે આપેલા 180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. રહેમાતુલ્લાહ ગુરબાઝ 10 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે, બાદમાં રહમત શાહ અને કેપ્ટન હશમતુલ્લાહ શહિદીએ ફિફ્ટી ફટકારીને ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

રહમત શાહ 54 બોલમાં 8 ફોરની મદદથી 52 રન બનાવીને સાકિબ ઝુલ્ફીકારનો શિકાર બન્યો હતો. હશમતુલ્લાહએ 64 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નેધરલેન્ડે ટીમી પ્રથમ વિકેટ જલ્દી પડી ગઈ હતી. જોકે, મેક્સ ઓ’ડાઉડ અને કોલિન એકરમેને બીજી વિકેટ માટે 70 રન ભાગીદારી કરી હતી. જે બાદ એક પછી એક વિકેટ પડતા આખી ટીમ 179 રનમાં સમેટાઈ ગઈ હતી. સતત પડતી વિકેટો વચ્ચે સાયબ્રાન્ડ એન્ગલબ્રેચટે 58 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી.

[wptube id="1252022"]
Back to top button