શિનોર તાલુકા પંચાયત ખાતે,પ્રધાનમંત્રી આવાસ તથા શૌચાલય ના લાભાર્થીઓને સચિન પટેલ નાં હસ્તે વર્ક ઓર્ડર અપાયા


પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા ૭૯૬ આવાસો તથા ૨૭૧ જેટલા શૌચાલય ના લાભાર્થીઓને,વર્ક ઑડર આપવા અંગે નો એક કાર્યક્રમ આજરોજ શિનોર તાલુકા પંચાયત કચેરી ના સભાખંડ ખાતે યોજાયો હતો.
વર્ષ ૨૦૨૦-૨૧ માં જમીન નો પ્લૉટ ધારણ કરતા ૬૬ લાભાર્થીઓના આવાસ મંજુર થયા હતા. જે બાદ વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ દરમિયાન આવાસ માટે શિનોર તાલુકા ને કોઈ લક્ષ્યાંક અપાયો નહોતો.આ બાબતે જરુરિયાત મંદ લાભાર્થીઓએ, તાલુકા પંચાયત પ્રમુખ સચીનપટેલ ને આવાસ માટે રજુઆત કરી હતી..જે સંદર્ભે સચીન પટેલ દ્વારા વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી સહિત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પટેલ ને રજુઆત કરાતાં, સરકાર દ્વારા ૭૯૬ પ્રધાનમંત્રી આવાસ તથા ૨૭૧ શૌચાલય મંજુર કરાતાં આજરોજ તાલુકા પંચાયત ના સભાખંડ ખાતે વર્ક ઑડર આપવું અંગે નો એક કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયત ના સદસ્યોની ઉપસ્થિતિ વચ્ચે લાભાર્થીઓને વર્ક ઑડર અપાયો હતો..
ફૈઝ ખત્રી..શિનોર





