SINOR

કર્ણાટકમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થતા શિનોર તાલુકા કોંગ્રેસ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરાઇ

કર્ણાટક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થતા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના શિનોર ખાતે પણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી.શિનોર બસ સ્ટેન્ડ ખાતે ભેગા થએલા કોંગી અગ્રણીઓ સહિત કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોંગી કાર્યકરોએ આતશબાજી સાથે કોંગ્રેસના વિજયને વધાવી લીધો હતો. કોંગ્રેસ જિંદાબાદના ગગનભેદી નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આયોજિત વિજયોત્સવ કાર્યક્રમમાં શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર ભાઈ પટેલ.ઉપ પ્રમુખ રાજુભાઈ પટેલ.મત્રી મહેન્દ્ર ભાઈ પટેલ.માઈનોરીટી સેલના મુસ્તાક પઠાણ.બક્ષીપંચ પ્રમુખ જયંતિ ભાઈ માછી.યુવા કાર્યકર અલ્તાફ રંગરેજ .લિયાકત નકુમ સહિત શિનોર તાલુકા ના કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]
Back to top button