પુનિયાદ ગામે અંદાજે રુપિયા પાંચ લાખના ખર્ચે બનેલા બે પાકા નાળાં ટૂંકા ગાળામાં તૂટી બિસ્માર બનતા,તંત્ર સામે સવાલ..


શિનોર તાલુકાના પુનિયાદ ગામે સીમમાં જવાના વિવિધ બે માર્ગો પર, અંદાજે પાંચ લાખના ખર્ચે બનાવેલ બે પાકા નાળાં ટૂંકા ગાળામાં તૂટી બિસ્માર બનતા,પાકા નાળાં ના કામમાં ગુણવત્તા ને લઇ, સ્થાનિક તંત્ર વિરુદ્ધ સવાલ ઉઠવા પામ્યા છે..
સરકાર ધ્વારા અનેકવિધ યોજનાઓ અંતર્ગત છેવાડા ના માનવી સુધી ને સુવિધા પહોંચાડવા નો અભિગમ છે..અને આ માટે ,જરુરિયાત મુજબના નાણાં પણ ગ્રાન્ટ સ્વરૂપે ફાળવાય છે… પરંતુ સુવિધા કે વિકાસ ના નામે થતા આવા કામો માં, લાખ્ખો રૂપિયા નું ઇંધણ કરાયા બાદ, હલકી ગુણવત્તા ને લઇ ટૂંકા ગાળામાં જ સુવિધા ના નામે કરાયેલ કામ નામશેષ થઈ જાય છે.. શિનોર તાલુકાના પુનિયાદ ગામે સીમમાં જવાના બે અલગ-અલગ માર્ગો પર, ખેડૂતો ને અવરજવર માટે ની સુવિધા ને ધ્યાને લઈ બે પાકા નાળાં નું કામ,ગત ચોમાસા પૂર્વે કરાયું હતું..પાકા નાળાં ના કામની શરૂઆત થી જ, આંખ આડા કાન ની નિતિ જોવાતાં,સ્થાનિક તંત્ર વિરુદ્ધ સવાલ ઉઠવા પામ્યા હતા.. પરંતુ તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ,ની જેમ,કામ મનસ્વી રીતે કરી દેવાતાં, સુવિધા ના નામે ખર્ચાયેલ અંદાજે પાંચ લાખ રુપિયાના પાકાં નાળાં ના નામે ટૂકડા -ટૂકડા થયેલા જણાય છે.
ઉલ્લેખનિય છે કે, જવાબદાર તંત્ર કામ કરનાર કોન્ટ્રાક્ટર પાસે આ અંગે ખુલાસો માંગી,આગામી ચોમાસાની ઋતુ દરમિયાન ખેડૂતો ને કોઈ મુશ્કેલી ઉભી ના થાય તે માટે કોઈ કાર્યવાહી કરશે કે કેમ?? એ એક સવાલ છે .
ફૈઝ ખત્રી..શિનોર









