

દિવેર નર્મદા તટે આવેલા શ્રી વાલેશ્વર હનુમાનજી મં દિર ના પ્રથમ પાટોત્સવ ને, રવિવારના રોજ, વિવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે, વાલેશ્વર આશ્રમના સંતશ્રી શનાબાપુ ના સાનિધ્ય માં યોજાયો હતો..
શિનોર તાલુકાના દિવેર નર્મદા તટે,શ્રી વાલેશ્વર હનુમાનજી આશ્રમ આવેલો છે.. જ્યાં આશ્રમના સંત શ્રી શનાબાપુ ના સાનિધ્ય માં, શ્રધ્ધાળુ ભકતો ના સહયોગથી શ્રી વાલેશ્વર હનુમાનજી મંદિર નું નિર્માણ કરી જાહેર દર્શનાર્થે ખુલ્લું મુકાયું હતું… જેને એક વર્ષ પૂર્ણ થતાં રવિવારે મારુતિ યજ્ઞ, ચૂંદડી મહોત્સવ અને રાત્રે ભજન આરાધક, લક્ષ્મણબાપુ બારોટ અને વિજયદાન ગઢવી ના કંઠે સંતવાણી જેવા ધાર્મિક કાર્યક્રમ વચ્ચે ભારે શ્રધ્ધા પૂર્વક મનાવાયો હતો…
રવિવારે માં નર્મદા ના પવિત્ર તટે યોજાયેલા ,પ્રથમ પાટોત્સવ ના કાર્યક્રમમાં હનુમાન ભક્ત પરિવારો એ શ્રધ્ધા પૂર્વક ભાગ લઇ મહાઆરતી અને મહાપ્રસાદી નો લાભ લીધો હતો..
ફૈઝ ખત્રી..શિનોર









