SINOR

શિનોર ગામે આવેલ પદમાવતી માતાજીના મંદિર ની પાંચમી સાલગીરીની ભારે ભક્તિભાવ સાથે ઉજવણી કરાઇ

વડોદરા જિલ્લાના શિનોર નગર ખાતે આવેલ પૌરાણિક પદમાવતી માતાજીના મંદિર ની પાંચમી સાલગીરીની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.
વાત કરીએ તો આ મંદિર માં ૬૩૦ વર્ષ જૂની રાજ રાજેશ્વરી પદમાવતી માતાજીની પૌરાણિક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.તેમજ પાંચ વર્ષ અગાઉ આ મંદિર નો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
દરવર્ષે ફાગણ સુદ ૪ અને ૨૩ ફેબ્રુઆરીના રોજ આ મંદિર ખાતે રાજ રાજેશ્વરી પદમાવતી માતાજીની સાલગીરી ભારે ધામધૂમ થી ઉજવવામાં આવેછે.
ઉલ્લેખનીય છેકે આ કાર્યક્રમમાં શિનોર તાલુકા તેમજ સમગ્ર ગુજરાત ભરમાંથી તેમજ મુંબઈથી ભક્તો દરનાર્થે ઉમટી પડયા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button