
વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકાનું કાયાવરોહણ ગામ અંદાજિત બાર હજારની વસ્તી ધરાવતું ગામ છે તેમજ આજુબાજુના પંદર ગામો નું સેન્ટર પોઇન્ટ ગણવામાં આવે છે તેમજ કાયાવરોહણ ગામમાં મંડળીઓ.બેન્કો.સ્કૂલો.આઇ ટી આઇ આવેલ છે. કાયાવરોહણ ગામમાં પવિત્ર તીર્થ ધામો આવેલા છે જ્યાં સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે.
દર્શનારથીઓ વડોદરા કીર્તિસ્થંભ થી કાયાવરોહણ આવતી અને રાત્રિ રોકાણ કરતી બસમાં આવતા હોય ધાર્મિક સ્થાનો માં દર્શન કરી રાત્રિ રોકાણ કરી આ બસમાં વડોદરા જતા હોય છે.
જ્યારે નોકરી.વેપાર માટે જતા લોકો માટે તેમજ આઇ તી આઇ તેમજ સ્કૂલ આવતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ માટે આ બસ આશીર્વાદ સમાન હતી. વાત કરીએ તો સવારે કાયાવરોહણ થી કીર્તિ જવા માટે આગળ થી આવતી બસો માં ચક્કા જામ પેસેન્જર ભરેલા હોવાથી કાયાવરોહણ ગ્રામજનો ને વડોદરા જવા માટે મહા મુશ્કેલી વેઠવી પડતી હોય છે.તેમજ વડોદરા હોસ્પિટલ જતા દર્દીઓ તેમજ સિનિયર સિટીજનો ને ભારે મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવતો હોય છે.
વડોદરા એસ ટી ડેપો દ્વારા કાયાવરોહણ રાત્રિ રોકાણ કરતી કીર્તિ.કાયાવરોહણ બસ બંધ કરી દેવામાં આવતા ગ્રામજનો તેમજ દર્શન માટે આવતા દર્શનારથીઓ.તેમજ સવારે વહેલા વેપાર.નોકરી. ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. ઉલ્લેખનીય છે કે કાયાવરોહણ ગ્રામ પંચાયતના સરપંચ હિતેશ પટેલ ( બાપા ).સભ્ય મિતેષ પટેલ.શિવાંગ શાહ દ્વારા વડોદરા રેસ્કોર્સ ખાતે આવેલ એસ.ટી.કચેરી ખાતે ટ્રાફિક કન્ટ્રોલર ને રૂબરૂ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી અને કીર્તિ .કાયાવરોહણ રાત્રિ રોકાણ કરતી બસ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
તેમ છતાંય ઘણા સમયથી કીર્તિ .કાયાવરોહણ રાત્રિ રોકાણ કરતી બસ બંધ કરેલ હોય હજુ સુધી ચાલુ કરેલ નથી.
જો આ બસ વહેલી તકે શરૂ કરવામાં નઈ આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.
ફૈઝ ખત્રી..શિનોર









