SINOR

શિનોર ગ્રામ પંચાયત ખાતે આજરોજ ૬ કેબીનોની હરાજી પારદર્શક રીતે શાંતિ પૂર્ણ યોજાઇ

શિનોર ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ઓફિસ ની સામે મેઇન માર્ગ પર જૂના ૧૮ જેટલા કેબિનો હતા. જે ગટર ના પાણી ના નિકાલ ના કાસ પર હોય નવીન ગટર લાઈન બનતા તમામ કાચા કેબિનો હોય હટાવી લીધા હતા. ગટર લાઇન બની જતા તેની ઉપર પંચાયત દ્વારા નવીન એક સરખા ૨૪ જેટલા કેબિનો બનાવી જૂના કેબિન ધારકો ને નવીન કેબિન બનાવવા નો સામાન્ય ખર્ચ લઇને આપ્યા હતા.
જ્યારે ૬ કેબિનો વધુ બનતા આજ રોજ ગ્રામ પંચાયત દ્વારા તેની હરાજી રાખવામાં આવી હતી. આજે યોજાયેલ કેબિનો ની હરાજી માં ૫૦ જેટલા ઇજારદારો એ ડિપોઝિટ ભરી ભાગ લીધો હતો. હતી. હરાજી ગ્રામ પંચાયત ના ઉપસરપંચ નિતિન ખત્રી, ગ્રામ પંચાયત ના સદસ્યો તેમજ શિનોર તાલુકા પંચાયત ના પ્રમુખ સચિન પટેલ ખાસ ઉપસ્થિત રહેતા તેમના અધ્યક્ષ સ્થાને જાહેર હરાજી ની પ્રક્રિયા શરૂ કરી હતી.
એક પછી એક કુલ ૬ કેબિનો ની હરાજીમાં શિનોર ગ્રામ પંચાયત ને કુલ રૂ! ૧૬,૫૫,૦૦૦/- જેટલી રકમ જમા થઈ હતી. હરાજી પ્રક્રિયા શાંતિ પૂર્ણ વાતાવરણ યોજાઈ હતી. અને સૌ ઇજારદારોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પંચાયત ને સહકાર આપવા બદલ અને ગ્રામ પંચાયત ના સરપંચ, ઉપસરપંચ અને તમામ સદસ્યો નો તાલુકા પંચાયત પ્રમુખે પારદર્શક હરાજી કરતા અને પંચાયતમાં ફંડ આવવા બદલ અભિનંદન આપ્યા હતા.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button