SINOR

શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા,શિનોર તાલુકા હેલ્થ કચેરી હસ્તકના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ ટીબી ના દર્દીઓ ને પોષણકીટ નું વિતરણ કરાયું

વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી મુક્ત ભારત, અંતર્ગત સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ કાર્યક્રમો યોજી, સમાજ માં આ અંગે ની જાગૃતતા લાવવા નો પ્રયાસ કરાઇ રહ્યો છે..સરકારશ્રી ના આ પ્રયાસ ને સાચા અર્થમાં સાકાર કરવા અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સહયોગી બની રહી છે.. શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ, મોટા ફોફળીયા દ્વારા, શિનોર તાલુકામાં ટીબી ના દર્દીઓ ને દર મહિને પોષણકીટ અપાય છે.જે અંતર્ગત આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે THO ડૉ.ધિરેન ગોહિલ,MO જીગ્નેશભાઈ વસાવા, આરોગ્ય સ્ટાફ અને દર્દીઓની ઉપસ્થિતિ વચ્ચે, શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ ના અશોકભાઈ પટેલ ના હસ્તે, પોષણકીટ નું વિતરણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકામાં હાલ ટીબી ના ૭૦ દર્દીઓ ને દર મહિને પોષણકીટ નું વિતરણ, શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ મોટા ફોફળીયા દ્વારા કરાઇ રહ્યું છે.

ફૈઝ ખત્રી… શિનોર

[wptube id="1252022"]
Back to top button