SINOR

સાધલી ગામે સક્ય ચેરીટેબલ ટ્રસ્ટ નાં યુવાનો દ્વારા જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ

શિનોર તાલુકા ના સાધલી ગામે શક્ય ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સકલિંનખાન રાઠોડ તેમજ પ્રદેશ પ્રમુખ કામરાન નકુમ ના જન્મ દિવસ ની ઉજવણી અનોખી રીતે કરાઇ હતી.
આજરોજ આ બંને યુવાનો દ્વારા સાધલી ગામે સ્લમ વિસ્તાર ના ગરીબ બાળકો ને ફૂડપેકેટ તેમજ ચોકલેટ નું વિતરણ કરી જન્મદિવસ ની ઉજવણી કરી હતી.
વાત કરીએ તો અત્યારની આ ફેશન નાં યુગમાં યુવાનો જન્મ દિવસ ઉજવણી માં કેક નો વેડફાટ કરે છે અને હજારો રૂપિયા નો ધુમાડો કરીને જન્મ દિવસ ઉજવતા હોય છે જ્યારે સકય ચેરીટેબલ ટ્રસ્ટનાં યુંવાનો દ્વારા અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી નવયુવાનોને અનોખો સંદેશ પાઠવ્યો હતો.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button