ગુરુપુર્ણિમા ના દિવસે રાણેકપર ના શિક્ષક અનોખી દક્ષિણા બાળકો પાસે જંકફુડ ના આરોગવા શપથ

ગુરુપુર્ણિમા ના દિવસે રાણેકપર ના શિક્ષક અનોખી દક્ષિણા બાળકો પાસે જંકફુડ ના આરોગવા શપથ
રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ પલતે હૈ
આ પંક્તિને ચરિતાર્થ કરતા મોરબીના વાંકાનેર તાલુકાના રાણેકપર ગામમાં શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કરી છે. નરેન્દ્રભાઈ કુબાવત છેલ્લા બે વર્ષથી રાણેકપર માં બદલી કરાવીને આવ્યા છે. અહીં આવ્યા બાદ તેણે જોયું કે આ સ્કૂલમાં ભણતા બાળકો રિસેસના સમયમાં જંકફૂડ આરોગે છે. ફ્રાઈમ્સ ખાય છે, પડીકાઓ ખાય છે. જેનાથી તેને ખૂબ નુકસાન થાય છે. આ બાળકોને પોતાના બાળકો સમજી મોટાભાઈ સમાન એક સરસ વાત સમજાવી અને આ ફ્રાઈમ્સ અને પડીકાઓને બંધ કરવાની નેમ લીધી. શરૂઆતમાં બાળકો આ વાતને માનતા ન હતા. માટે પડીકા પર ₹5 નો દંડ વસૂલવામાં આવ્યો જેમાંથી જે કાંઈ રકમ મળે તે સ્કૂલમાં બાળકો પાછળ જ સ્ટેશનરી રૂપે વાપરવામાં આવે છે.









