SINOR

શિનોરના રૂદ્રેશ્વર મહાદેવ અને શુલપાણેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

વડોદરા જિલ્લાના શિનોર નગર માં ભટ્ટ શેરી વિસ્તારમાં રૂદ્રેશ્વર મહાદેવ તેમજ શુલપાણેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક આવેલ છે.
જ્યાં શિનોરનાં ભટ્ટશેરી શિવરણકાર યુવક મંડળના નાં યુવાનો નાં સાથ સહકારથી 2 દિવસનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ શિવપરિવારની ભવ્ય શોભાયાત્રા તેમજ કળશ યાત્રા રણછોડજી મંદિરથી નીકળી હતી અને રૂદ્રેશ્વર મહાદેવ તેમજ શુલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button