SINOR

દિવેર મઢી ખાતે નર્મદા નદીના સમતલ પાણીમાં સ્નાન કરવા સહેલાણીઓ ઉમટી પડ્યા

શિનોર તાલુકાના દિવેર ગામે આવેલ નર્મદા નદીના કિનારે મઢી ખાતે નર્મદા નદીના પાણી સમતલ હોવાના કારણે વિના મૂલ્યે કુદરતી રિસોર્ટ બની ગયો છે જેથી વેકેશન ની રજાઓ હોવાના કારણે દિવેર મઢી ખાતે નર્મદા નદીમાં ન્હાવા માટે મોટા પ્રમાણ માં ઉમટી પડ્યા હતા.
આજે રવિવાર નાં રોજ દિવેર મઢી ખાતે સહેલાણીઓ બાળકો અને પરિવાર સાથે મોજ માણવા સહેલાણીઓ દૂર દૂર થી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
દિવેર મઢી ખાતે ખાણીપીણી ની દુકાનો પણ લાગેલ હોય તેમજ ઘોડે સવારી.ઊંટ સવારી જેવી સુવિધઓ પણ મળી રહેતી હોય સહેલાણીઓ માટે પિકનિક પોઇન્ટ બની ગયો છે.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button