SINOR
સાધલીના ભરચક ટ્રાફિક વિસ્તારમાં ધૂમ સ્ટાઈલ થી બાઈક હંકારતા લોકો સામે સાધલી પોલીસ લાલ આંખ કરે એવી લોક માંગ


…..તસવીર પ્રતીકાત્મક છે….
શિનોર તાલુકાના સાધલી ગામે બસ સ્ટેન્ડ જેવા ટ્રાફિક વિસ્તાર તેમજ કાયાવરોહણ ચોકડી જેવા ભરચક ટ્રાફિક વિસ્તારમાં ટ્રાફિકના નિયમો નેવે મૂકી કેટલાક યુવાનો ધૂમ પિક્ચરની સ્ટાઈલ થી ફૂલ સ્પીડમાં વાહનો હંકારતા લોકોમાં રોષ ફેલાયો છે. યોગ્ય સ્પીડ કરતા વધુ સ્પીડમાં બાઈક અથવા મોપેડ ચલાવવાનું ભૂત કેટલાક યુવાનોના માથે ચડ્યું છે. પૂર ઝડપે વાહનો હંકારી પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુકનાર વાહન ચાલકો સામે સાધલી પોલીસ પોલીસ લાલઆંખ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે.
સાધલી પોલીસ આવા ધૂમ પિક્ચરની સ્ટાઈલ થી પૂર ઝડપે વાહન હંકારનાર વાહન ચાલકો સામે તવાઈ બોલાવી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સબક શીખવાડે એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે.
રિપોર્ટર..ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]









