SINOR

વિશ્વ સાયકલ દિન નિમિત્તે શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સાઇકલ રેલી યોજાઇ

ત્રણ જૂન ના દિવસે સમગ્ર દેશ ભરમાં વિશ્વ સાયકલ દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવે છે.વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સમગ્ર દેશ ભરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે આરોગ્ય તંત્ર દ્વારા સાયકલ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે ઈકો ફ્રેન્ડલી વાહન વ્યવહાર ના શારીરિક અને માનસિક સુખાકારી ને પ્રોત્સાહન આપવાના ભગરૂપે મેડિકલ ઓફિસર ડૉ. જીજ્ઞેશ વસાવા ની ઉપસ્થિતિમાં આરોગ્ય માટે સાયકલ થીમ પર સાઇકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.જે સાઇકલ રેલી શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી નીકળી શિનોર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી.જેમાં બાળકો તેમજ આરોગ્ય કર્મચારીઓ જોડાયાં હતાં.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button