

માલસર-અસા બ્રિજ ના બાંધકામ માં,માલસર ખાતે બ્રિજ ની આજુબાજુ બન્ને સાઈડ પર, વાહનોની અવરજવર માટે સર્વિસ રોડ બનાવાયો છે.. પરંતુ આ સર્વિસ રોડ પર પથ્થરો છુટા પડી જઇ,રોડ ખખડધજ બનતા, અહીં થી નિયમિત રીતે પસાર થતા સ્થાનિક રહીશો સહિત, માંગલ્ય ધામ માલસર ખાતે દર્શનાર્થે આવતાં યાત્રિકો ની મુશ્કેલી વધી છે..આ ઉપરાંત વાહન પસાર થતા ઉડતી ધૂળની ડમરીઓ ને લઇ વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.ત્યારે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ અંગે તંત્ર ને વહેલીતકે જરુરી સમારકામ કરવા માંગ કરી છે..
માંગલ્ય ધામ તરીકે ઓળખાતા માલસર નર્મદા તટે અનેક મંદિરો અને આશ્રમો આવેલા હોય, અહીં દૂર -દૂર થી યાત્રિકો ની અવરજવર નિયમિત પણે જોવા મળે છે.. ત્યારે તંત્ર બ્રીજ ની બન્ને સાઈડ ના રોડ નું સમારકામ સત્વરે હાથ ધરે એ જરૂરી છે..
ફૈઝ ખત્રી…શિનોર
[wptube id="1252022"]





