SINOR

મોલેથા ગામે લીમ્બચ માતાજીના મંદિરે નવચંડી આને લોકડાયરો યોજાયો

શિનોર તાલુકાના મોલેથા ગામે આવેલ,વાળંદ સમાજ ના કુળદેવી, લીમ્બચ માતાજીના મંદિરે સોમવારની રાત્રે, ગુજરાત ના ખ્યાતનામ
કલાકારોની ઉપસ્થિતિ વચ્ચે કસુંબલ ડાયરો યોજાયા બાદ આજરોજ સવારથી, શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે નવચંડી યજ્ઞ યોજાયો હતો..
મોલેથા ગામ ખાતે રાજ,વાકળ, ચોર્યાસી અને કાનમ પંથકમાં વસતા વાળંદ સમાજ ની કુળદેવી લીમ્બચ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે.. જ્યાં વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.. પ્રતિવર્ષ અહીં ચૈત્ર માસ દરમિયાન માતાજી નો નવચંડી યજ્ઞ થાય છે.. ત્યારે ચાલુ ચૈત્ર માસ દરમિયાન સોમવાર ની રાત્રે,લોક ગાયક કમલેશ બારોટ, રેડિયો કલાકાર ગીતાબેન વાંસીયા અને હાસ્ય કલાકાર રાકેશભાઈ મકવાણાએ લોકડાયરા માં ગીતો ની રમઝટ બોલાવી હતી..જે બાદ આજરોજ સવારથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે નવચંડી યજ્ઞ યોજાયો હતો.. જેમાં સમાજ ના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાંજે શ્રીફળ હોમી, માતાજીની મહાઆરતી અને મહાપ્રસાદી બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
ઉલ્લેખનીય છે કે ચાલુ ડાયરા દરમિયાન પ્રથમ પાટલા ની તેમજ ધજા અને માતાજી ની સાડી ની ઉછામણી માં, સમાજના માઇ ભકતોએ,ભાગ લઇ લીમ્બચ માતાજી પ્રત્યે ની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button