

સમગ્ર ભારત ભરમાં આજે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઈદુલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે વાત કરીએ તો રમઝાન મહિનો મુસ્લિમ સમાજના માટે મહત્વ નો અને પવિત્ર મહિનો ગણવામાં આવતો હોય છે.
વડોદરાના શિનોર તાલુકાના ગામોમાં આજે મુસ્લિમ સમાજના લોકો દ્વારા મસ્જિદમાં ઈદુલ ફિત્રની વિશેષ નમાજ અદા કરી હતી.
જ્યારે વાત કરીએ તો સાધલી મદીના મસ્જિદ ખાતે મૌલાના ઐયુબ કાદરી દ્વારા ઈદુલ ફિત્રની વિશેષ નમાજ પઢાવવામાં આવી હતી અને સમગ્ર ભારત દેશમાં હિન્દુ.મુસ્લિમ તમામ સમુદાય નાં લોકો હળી મળીને ભાઈચારા સાથે રહે તેમજ સમગ્ર દેશમાં અમન.ભાઈચારો.એકતા જળવાઈ રહે એવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી.
ફૈઝ ખત્રી…શિનોર
[wptube id="1252022"]









