

સમગ્ર ભારત ભરમાં બંધારણ નાં ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૨ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે.
વડોદરા જીલ્લા શિનોર તાલુકા મોટા ફોફળીયા ગામે શુક્રવારના રોજ સવારનાં ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૨ મી જન્મ જયંતિની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ની શરૂઆત મુખ્ય મહેમાન .દિનેશભાઈ પરમાર. પ્રદિપભાઈ મોરે નાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.કાર્યક્રમ બાદ વિધાર્થીઓને શૈક્ષણિક કિટ નુ વિતરણ કરવામા આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નવ સર્જન ટ્રસ્ટનાં યુવાનો.બહેનો,બાળકો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન મોટા ફોફળીયા ગ્રામજનો તેમજ શિનોર તાલુકાના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં ફોફળીયા બસ સ્ટેન્ડથી કાર્યક્રમના સ્થળ સુધી રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]





