ઉત્તરાજ ગામે પંડિત દિન દયાળ ગ્રાહક રાહત ભંડાળ ના નવા સંચાલક તરીકે પ્રાચી પટેલ ની નિમણુંક કરાતાં ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે નિમણુંક પત્ર અપાયો


ઉત્તરાજ ગામે પંડિત દિન દયાળ ગ્રાહક રાહત ભંડાળ ના નવા સંચાલક તરીકે પ્રાચી પટેલ ની નિમણુંક કરાતાં ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે નિમણુંક પત્ર અપાયો
શિનોર તાલુકાના ઉત્તરાજ ગામ ખાતે આવેલ પંડિત દિન દયાળ ગ્રાહક રાહત ભંડાળ સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકે ગત તારીખ 5 એપ્રિલ 2022 ના રોજ રાજીનામું આપી દીધું હતું.જે બાદ શિનોર તાલુકા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા ઉત્તરાજ સ્થિતની પંડિત દિન દયાળ ગ્રાહક રાહત ભંડાળ સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાન ના નવા સંચાલક ની નિમણુંક કરવા માટે નવો હુકમ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી.જે દરખાસ્ત ને લઈને ગત તારીખ 13 એપ્રિલ 2023 ના રોજ વડોદરા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ ની યોજાયેલ મિટિંગમાં ઉત્તરાજ ગામના પ્રાચી બેન અશોકભાઈ પટેલ નામની સ્થાનિક શિક્ષિત મહિલાની પસંદગી કરાઈ હતી.જેનો હુકમ જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ 28 – 4 – 2023 ના રોજ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજરોજ ઉત્તરાજ ગ્રામ પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે પંડિત દિન દયાળ ગ્રાહક રાહત ભંડાળ સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાન ના નવા સંચાલક તરીકે પ્રાચી પટેલને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે શિનોર મામલતદાર M.B.શાહ,નાયબ મામલતદાર,સરપંચ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફૈઝ ખત્રી..શિનોર









