

છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવેલી, મિંઢોળ દૂધ ઉત્પાદક મંડળી નો ચાર્જ, વહીવટદાર તરીકે, આજરોજ વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે સંભાળતા, મિંઢોળ દૂધ મંડળીનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે…
શિનોર તાલુકા ની મિંઢોળ દૂધ ઉત્પાદક મંડળી ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે.. અહીં દૂધ મંડળી કમિટી ના સભ્ય અશોક ફોગટભાઇ પાટણવાડીયા ધ્વારા, જીલ્લા રજીસ્ટ્રાર ને લેખિત અરજી થી,દૂધ મંડળી માં થયેલ ભ્રષ્ટાચાર ના મુદ્દે, અનેકવાર રજૂઆત કરી હતી..જે બાબતે જીલ્લા રજીસ્ટ્રાર ધ્વારા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની વહીવટદાર તરીકે નિમણૂક કરી હતી..જેની સામે,અધિક રજીસ્ટ્રાર ગાંધીનગર,ના ઓ સમક્ષ અપીલ દાખલ કરાઇ હતી.જે ગ્રાહ્ય નહીં રાખી, જીલ્લા રજીસ્ટ્રાર વડોદરા ના ઓએ કરેલો હુકમ કાયમ રાખતા આજરોજ , મિંઢોળ દૂધ મંડળી ના વહિવટદાર તરીકે,વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે, ચાર્જ સંભાળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જીલ્લા રજીસ્ટ્રાર ધ્વારા , જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ને , મિંઢોળ દૂધ મંડળી માં વહીવટદાર તરીકે નો ચાર્જ તાત્કાલિક સંભાળી તેની જાણ કરવા ઉપરાંત અશોકભાઈ પાટણવાડીયા ની અરજી અંગે ઘટતી કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.
ફૈઝ ખત્રી..શિનોર









