SINOR

સાધલી મદીના મસ્જીદ ખાતે, મદ્રસએ ગુલસને મદીના મા પઢતા બાળકોનો વાર્ષિક સ્ટેજ પ્રોગ્રામ યોજાયો

શિનોર તાલુકાની મદીના મસ્જીદ સાધલી ખાતે, મદ્રેસસએ ગુલસને મદીના મા ધાર્મિક જ્ઞાન પઢતા બાળકો ના વાર્ષિક પ્રોગ્રામને ટુંડાવ થી ખાસ ઉપસ્થિત રહેલા હજરત ઝાકીર અલી બાવા તેમજ સામરી નાં સૈયદ અસગર અલીબાવા ની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો.
શુક્રવારની સાંજે,મદીના મસ્જીદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત, મદ્રેસા ની બાળાઓએ, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાના હમારા ના દેશ ભક્તિ ગીત સાથે કરતાં કાર્યક્રમ માં ધાર્મિકતા ની સાથે રાષ્ટ્ર પ્રેમ ની મહેક જોવા મળી હતી.જે બાદ બાળકો દ્વારા, કલામે તીલાવત,નાત શરીફ,તથા ક્વિઝ વિષય આધારિત કાર્યક્રમ માં પોતાનું પરફોર્મન્સ આપી ઉપસ્થિત જનમેદનીને મુગ્ધ કરી હતી..આ પ્રસંગે મદીના મસ્જીદ સાધલી ના ઇમામ મૌલાના ઐયુબ કાદરીએ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ મુસ્લિમ યંગ સર્કલ સાધલી સહિત કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ નો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ માં ભાગ લેનાર તમામ ૯૩ બાળકો ને, હઝરત ઝાકીર અલી બાવા, મદીના મસ્જીદ કમીટીના પ્રમુખ શબ્બીર રાઠોડ સહિતના આગેવાનો ના હસ્તે મેડલ તથા ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા..

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button