શિનોરના પુનિયાદ થી છાણભોઇ ગામને જોડતા માર્ગ ના વળાંક પર ભૂવો પડતાં અકસ્માત નો ભય..માર્ગ નું વહેલી તકે સમારકામ કરવા લોક માંગ..

શિનોર તાલુકાના પુનિયાદ થી છાણભોઇ ગામને જોડતા માર્ગ, બિસ્માર બનવા ઉપરાંત, વળાંક પર ભૂવો પડતાં અકસ્માત નો ભય ઉભો થયો છે.. ત્યારે તંત્ર દ્વારા આ અંગે જરૂરી સમારકામ હાથ ધરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.
પુનિયાદ થી છાણભોઇ ગામને જોડતા અંદાજે ૩.૫ કિલો મીટર ના પાકા માર્ગ નું કામ આજથી પાંચ વર્ષ અગાઉ કરાયું હતું..બે ગામને જોડતા પાકા માર્ગ ની આ સુવિધા સ્થાનિક રહીશો ને અવરજવર ઉપરાંત ખેડૂતો માટે,અતિ ઉપયોગી સાબિત થઈ છે.. પાંચ વર્ષ જેટલો સમય વીતતાં,હાલ આ માર્ગ પર દબાણ થવા ઉપરાંત તિરાડો પડેલી જોવા મળી રહી છે.. બીજી તરફ માર્ગના વળાંક પર ભૂવો પડતાં, અકસ્માત નો ભય ઉભો થવા પામ્યો છે.. જોકે અહીં થી દરરોજ પસાર થતા એક ખેડૂત ધ્વારા,રેતીના કાંકરા ભરેલી થેલી થી માર્ગ પર પડેલા ભૂવા પર મૂકી,અકસ્માત ના થાય તેવો પ્રયાસ કરાયો છે.પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા જરુરી સમારકામ વહેલી તકે કરાય તેવી માંગ પુનિયાદ અને છાણભોઇ ગામના રહીશોએ કરી છે.
રિપોર્ટર….ફૈઝ ખત્રી…શિનોર.વડોદરા