માલસર ગામે કાર અને રિક્ષા વચ્ચેનાં અકસ્માતમાં,કાર ચાલકે રિક્ષા ચાલક સહિત અન્ય બે વિરુદ્ધ, જ્યારે રિક્ષા ચાલકે ફોર વ્હીલ ના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી


સોમવાર ની સવારે,શિનોર તાલુકાના માલસર ગામે હોન્ડા સિટી કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો..જે બાબતે ખેડા જિલ્લાના કપડવંજ ડુંગરાફળીયા માં રહેતા હોન્ડા સિટી કાર નંબર G.j.1 KG 7924 ના ચાલક કિશનનાથ બાબુનાથ મદારીએ, રિક્ષા નંબર G.J 06 AW 8249 ના ચાલક સુરેશ ચંદુભાઈ વસાવા સહિત સંદિપ અને વૈભવ નામના ઇસમ વિરુદ્ધ શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી,ફરિયાદી તથા કારમાં સવાર રાજનાથ નામના ઇસમ ને ભાગવા જતાં પકડી લાકડીના ગોદા અને ગડદાપાટુ નો માર મારી ઇજા પહોચાડ્યા ઉપરાંત કાર પર પથ્થર ફેંકી કાચ તોડી, ખાલી સાઇટનું બોનેટ સળગાવી અંદાજે રૂપિયા ૫૦ હજાર નું નુકશાન કરી, એકબીજા ની મદદગારી કરી જીલ્લા અધિક મેજિસ્ટ્રેટ ના હથિયાર બંધી જાહેરનામા નો ભંગ કર્યા ની હકીકત દર્શાવી છે.. જ્યારે રિક્ષા ચાલક સુરેશ વસાવા એ,કાર ચાલક વિરૂધ્ધ પૂરઝડપે કાર હંકારી રિક્ષા સાથે અકસ્માત સર્જી ફરિયાદી ને માથાના તથા ગાલ અને ખભા ના ભાગે નાની-મોટી ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યો છે.શિનોર પોલીસે અકસ્માત ની ઘટના માં બન્ને પક્ષ ની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ફૈઝ ખત્રી…શિનોર





