SINOR

ખેડૂતો ના વિજ કનેક્શન કાપી નંખાતા MGVCL વિરુદ્ધ ખેડૂતો નો રોષ


શિનોર તાલુકાના મોટા ફોફળીયા ના ૬૨ જેટલા ખેડૂતો એ,૧૧ KV સોલર સ્કાય મીટર યોજના હેઠળ, સૂર્ય શક્તિ ઉર્જા થી ખેતી પાકો માટે પિયતના પાણી માટે જોડાયા હતા.૨૦૧૯ ના વર્ષમાં શરુ થયેલી આ યોજના માં, MGVCL,અમલીકરણ સંસ્થા અને ખેડૂતો વચ્ચે થયેલા ત્રિપક્ષીય કરાર મુજબ આ યોજના હેઠળ ખેડૂતો ને ૬૫% સબસીડી આપવાની હતી.. તેના બદલે ફક્ત ૩૦% સબસીડી ચૂકવાતા, ખેડૂતો એ લેખિત તથા મૌખિક અનેક રજૂઆતો કરી હતી.. પરંતુ MGVCL ધ્વારા કોઈ નિરાકરણ સધાયુ નહોતું..અને ૧૫ દિવસ અગાઉ તમામ ખેડૂતો ને નોટીસ ફટકારી હતી..અને આજરોજ એકાએક આ તમામ ખેડૂતો ના જોડાણ કાપી નંખાતા , રોષે ભરાયેલા ખેડૂતો એ શિનોર MGVCL ની કચેરી એ પહોંચી ઉગ્ર રજૂઆત સાથે રામધૂન બોલાવી પ્રતિક ધરણાં કરી MGVCL વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો..

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિપક્ષીય કરાર મુજબ ખેડુતો ને ૬૫% સબસીડી નહીં ચૂકવાતા ઉભા થયેલા પ્રશ્ન માં ૬૨ જેટલા ખેડૂતો ના જોડાણ કાપી નંખાતા,હાલ ખેતરોમાં ઉભા ખેતી પાકો માં, પિયતના પાણી નો પ્રશ્ન ઉભો થતાં, ખેડૂતો ને ભવિષ્ય માં મોટું આર્થિક નુકશાન પહોંચવાની ભીતી નિશ્ચિત જોવાઇ રહી છે.
બાઇટ …અશોકભાઈ પટેલ, ખેડૂત મોટા ફોફળીયા
રિપોર્ટર..ફૈઝ ખત્રી..શિનોર..વડોદરા

[wptube id="1252022"]
Back to top button