SINOR

માલસર ગામે સત્યનારાયણ મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન કરાયું

શિનોર તાલુકાના માલસર ખાતે સત્યનારાયણ મંદિર ખાતે ૧૧/૧/૨૦૨૩ થી ૧૯/૧/૨૦૨૩ સુધી ભાગવત કથાનું આયોજન કરાયું હતું.
માલસર ખાતે આવેલ સત્યનારાયણ મંદિર નાં આદ્યસ્થાપક પરમ પૂજ્ય પરમહંસ શ્રી માધવદાસજી મહારાજ ની ૧૦૨ મી પુણયતિથી નિમિતે સંતો મહંતોની ઉપસ્થિતિ માં ભાગવત કથા યોજાઇ.
આ સમગ્ર કાર્યક્રમ સત્યનારાયણ મંદિર નાં મહંત શ્રી જગન્નાથદાસજી મહારાજનાં સાનિધ્ય યોજાયો હતો.
તેમજ આજરોજ શોભાયાત્રા યોજાઈ હતી.શોભાયાત્રા સમગ્ર માલસર માં ફરી હતી જેમાં લોકો ભક્તિભાવ સાથે જોડાયા હતા .ત્યારબાદ મહા ભંડારો યોજાયો હતો જેનો ભકતોએ લાહવો લીધો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ.સંતો.મહંતો તેમજ ભકતો ઉપસ્થિત રહ્યા હતા.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button