

સમગ્ર વિશ્વમાં ભરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા આજે ઈદુલ અઝહા ( બકરી ઈદ ) નો ત્યવહાર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે ઈદુલ અઝહા ( બકરી ઈદ ) ની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ.
સાધલી મદીના મસ્જિદ ખાતે મૌલાના ઐયુબ કાદરી દ્વારા ઈદુલ અઝહા ( બકરી ઈદ ) ની નમાજ પઢાવવામાં આવી હતી.નમાજ બાદ મૌલાના ઐયુબ કાદરી દ્વારા સમગ્ર ભારત દેશમાં તમામ ધર્મના લોકો ભાઈચારા સાથે રહે અને તમામ ત્યવહારો ભાઈચારા સાથે ઉજવાય એવી ખાસ દુઆ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે આજે ઈદુલ અઝહા ( બકરી ઈદ ) નો ત્યવહાર હોય મુસ્લિમ સમાજના લોકોમાં ખાસ કરીને યુવાનોમાં સવારથીજ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ફૈઝ ખત્રી…શિનોર
[wptube id="1252022"]









