SINOR

ગરાડી ગામે હજરત યુસુફ બાવા ચિસ્તિની દરગાહ પર ઈફ્તાર પાર્ટી યોજાઈ

શિનોર તાલુકાના ગરાડી ગામ ખાતે
યુસુફ બાવા ચિસ્તિ ની સુપ્રસિદ્ધ દરગાહ આવેલ છે.
શિનોર ખાતે આવેલ મકબૂલ સફી ચિસ્તી બાવાના ખલીફા હજરત યુસુફ બાવાની દરગાહ ગરાડી ગામ ખાતે આવેલ છે.
આજરોજ ચિસ્તિયા દરગાહ કમિટી દ્વારા હજરત યુસુફ બાવા ચિસ્તિ ની દરગાહ ખાતે સંદલ શરીફ ચઢવવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ચિસ્તિયા દરગાહ કમિટી નાં યુવાનો દ્વારા આજે રમઝાન મહિનાના સત્તાવીસ માં રોજે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરાયું હતું.
જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના તેમજ ગરાડી ગામ ના મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતાં.
ફૈઝ ખત્રી….શિનોર

[wptube id="1252022"]
Back to top button