SINOR

એડવોકેટ મિનેષ પરમારની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા અભિનંદન વર્ષા કરાઇ

કરજણ તાલુકાના પાછીયાપુરાના મિનેષ પરમાર મૂળ નિવાસી એકતા મંચના અઘ્યક્ષ કમ એડવોકેટ છે. તેઓની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક થતા મૂળ નિવાસી એકતા મંચના સદસ્યો તેમજ યુવાનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. ભારત સરકાર દ્વારા નોટરી એડવોકેટ તરીકેની નિમણુક કરવામાં આવતા તેઓના યુવા ચાહકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

મિનેશ પરમાર કે જેઓ કરજણ બાર એશોશિએશનના ઉપપ્રમુખ છે તેમજ સામાજિક કર્યો માં અગ્રેસર છે તેમજ મૂળનિવાસી એકતા મંચ નામનું સામાજિક સંગઠન પણ ચલાવે છે.
જાણીતા એડવોકેટ મિનેષ પરમારની ભારત સરકાર દ્વારા નોટરી એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બદલ મૂળનિવાસી એકતા મંચના આગેવાનો તેમજ કરજણ નગર તેમજ આજુબાજુના ગામનાં આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં હતી તેમજ મીનેશભાઈ એડવોકેટ વકીલાતના વ્યવસાયમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરે તેમજ ઉત્તરોત્તર તેમની પ્રગતિ માં વધારો થાય એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ફૈઝ ખત્રી..શિનોર

:-

[wptube id="1252022"]
Back to top button