SINOR
શિનોર ખાતે ટ્રાફિક સપ્તાહ અંતર્ગત PSI સી.એમ.કાંટેલિયા ની અધ્યક્ષતામાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો


આજરોજ શિનોર પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહ અવેરનેસ અંતર્ગત શિનોર બસસ્ટેનડ ખાતે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં PSI સી.એમ.કાંટેલિયા દ્વારા સ્કૂલના મારુતિ વાન.રિક્ષા.ઇક્કો ગાડી તેમજ સ્કૂલ બસ જેવા વાહન ચાલકોને ટ્રાફિક નાં નિયમો ની સમજ આપવામાં આવી.
સ્કૂલ વાહન માં બાળકોને નિયમોનુસાર કઈ રીતે લઈ જવા તેમજ મર્યાદિત ગતિ એ વાહન ચલાવવું તેમજ સલામતી બાબતો નાં નિયમોની વિગતવાર સમજ આપવામાં આવી હતી.
તેમજ વાહન ચાલકોએ પોતાના આરોગ્ય તેમજ આંખોની ચકાસણી કેમ્પમાં સમયસર કરાવી લેવી જેથી કરી કોઈ દુર્ઘટના બનતા અટકાવી શકાય.
તેમજ જાહેર જનતાને કાચા અને પાકા લાઇસન્સ ની તેમજ ટ્રાફિક નાં તમામ નિયમો ની વિસ્તૃત માં જાણકારી આપવામાં આવી હતી.
ફૈઝ ખત્રી ..શિનોર
[wptube id="1252022"]





