SINOR
સેગવા ગામ પાસેથી જીવ દયા ની ટીમે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધીને ગાયો ભરીને જતી ટ્રક ને ઝડપી પાડી


મળતી માહિતી અનુસાર વડોદરાની જીવદયા ની ટીમને આજરોજ બાતમી મળી હતી કે સેગવા થી રાજપીપળા તરફ ગાયો ભરેલી ટ્રક પસાર થનાર છે.જે બાતમીના આધારે વડોદરાની જીવદયા ની ટીમ શિનોર તાલુકાના સેગવા ખાતે વોચમાં હતી.તે સમય દરમિયાન સેગવા – રાજપીપળા માર્ગ પરથી એક શંકાસ્પદ ટ્રક પસાર થતાં તેનો પીછો કરી મહાદેવ હોટલ નજીકથી તેને ઝડપી પાડી હતી.જે બાદ ટ્રકમાં તપાસ કરતાં ટ્રકમાંથી 18 જેટલી નાની મોટી ગાયો ગીચોગીચ બાંધેલી મળી આવી હતી.જેથી ટ્રકમાં બાંધેલ ગાયો સહિત ત્રણ લોકોને પોલીસને સોંપવામાં આવ્યા હતાં. પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી,તેઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને ત્યારબાદ ગાયોને પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી.
ફૈઝ ખત્રી… શિનોર
[wptube id="1252022"]









