SINOR

શિનોર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા શિનોર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ

શિનોર પંથકમાં અચાનક વાતાવરણ માં પલટો આવતા શિનોર તેમજ આજુબાજુના ગામોમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતા સાધલી શિનોર માર્ગ પર ઝાડ પડી જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.
વડોદરા જિલ્લા નાં શિનોર તાલુકામાં અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો.ભારે પવન ફુંકાતા સુરાસામળ થી શિનોર માર્ગ પર ઝાડ પડી જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો જ્યારે વન વિભાગ દ્વારા માર્ગ પર પડેલ ઝાડ ને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શિનોર સહિત આજુબાજુના સુરાસામળ.દામાપુરા.કંજેઠા.માલસર.મોટા ફોફડીયા.માંડવા સહિતના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેતીમાં ભારે નુકસાન જવાની ભીતી સેવાઇ રહી છે.
જ્યારે વાત કરીએ તો શિનોર ખાતે આવેલ ગરનાળા માં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.
ભારે પવન સાથે શિનોર સહિતના ગામોમાં વરસાદ વરસતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button