SINOR

શિનોર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે આરોગ્ય શાખા દ્વારા રેલી યોજાઇ

વડોદરા જિલ્લાના શિનોર ખાતે આરોગ્ય શાખાનાં કર્મચારીઓ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ધીરેન ગોહિલની અધ્યક્ષતામાં શિનોર નગરમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય સ્ટાફના કર્મચારીઓ દ્વારા લોકોને તમાકુ થી થતા રોગો માટે ની સમજણ આપી હતી અને તમાકુ નાં વ્યસન મુક્તિ માટેનાં સપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શિનોર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ધીરેન ગોહિલ તેમજ આરોગ્ય શાખાનાં કર્મચારીઓ.આશા વર્કર બહેનો તેમજ નગરજનો જોડાયા હતા.
ફૈઝ ખત્રી .શિનોર

[wptube id="1252022"]
Back to top button