SINOR

કરજણ ખાતે વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સતીષપટેલ (નિશાળિયા) નો સન્માન સમારોહ યોજાયો

વડોદરા જિલ્લાના કરજણ ખાતે વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ અને પુર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળિયા) નો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટ્યથી કરાયો હતો. ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીનું વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતિષ પટેલ દ્વારા પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ મનસુખ ભાઈ વસાવાનું સ્વાગત જયદીપ સિંહ ચૌહાણ દ્વારા કરાયું હતું. વડોદરા સાંસદ રંજન બેન ભટ્ટનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સતીષ પટેલનું સ્વાગત કરજણ – શિનોર ભાજપ તાલુકા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.તેઓએ જણાવ્યું હતું આગામી વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ સારી સફળતા મળી છે. કેન્દ્ર સરકારની યોજનાઓનો ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છે. ભાજપ સારી વિચારધારા વાળી પાર્ટી હોવાનું જણાવ્યું હતું. ગુજરાત સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડવા અનુરોધ કર્યો હતો.
ત્યારબાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંબોધનમાં જણાવ્યું હતું કે સૌ પ્રથમ હું સતીષ પટેલને અભિનંદન આપુ છું. પાર્ટીની સ્થાપના થયા પછી સંગઠન પર વિશેષ ભાર મૂક્યો હતો. કોંગ્રેસને આખા દેશમાં ભાજપે ખતમ કરી નાખી હોવાનું જણાવ્યું હતું. વિશ્વમાં ભાજપ જેવી અન્ય કોઈ પાર્ટી ન હોવાનું જણાવ્યું હતું. ભાજપ નો કાર્યકર એટલે રાષ્ટ્ર માટે કામ કરનાર કાર્યકર છે. સત્તા થકી મેવો ખાવો એ ભૂતકાળ બની ગયો હોવાનું જણાવ્યું હતુ. ભૂતકાળની સરકારો અને વર્તમાન સરકારમાં ખુબ ફરક હોવાનું જણાવ્યું હતુ. ભાજપ ના સંસ્કાર ભાજપના આદર્શ કાર્યકરોએ નિભાવ્યા હોવાનું જણાવ્યું હતુ. ગરીબ લક્ષી યોજનાઓ ભાજપ દ્વારા થતી હોવાનું જણાવ્યું હતું. બજેટ વિરોધીઓ માટે ટીકા ટિપ્પણી માટે કોઈ અવકાશ ન હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૨૬ બેઠકો પર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આવનારા ૧૦૦ વર્ષ સુધી કોંગ્રેસ સત્તા પર નહિ આવે એમ જણાવ્યું હતું.
ત્યારબાદ નવ નિયુક્ત વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતિષ પટેલે જણાવ્યું હતું કે મને જવાબદારી આપી છે ત્યારે કોઈને પણ અન્યાય ન થાય એ રીતે તમામને સાથે રાખી સંગઠન મજબૂત રાખવાના મારા પ્રયાસો રહેશે એમ તેઓએ જણાવ્યું હતું. સંગઠનનો મને અનુભવ પણ છે. મોટી જવાબદારી આપી છે ત્યારે હું આપ સૌ પાસે સહકારની અપેક્ષા રાખું છું. ભાજપ ના ખેસના કારણે મૂલ્ય વધતું હોવાનું જણાવ્યું હતું. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો સહીત તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button