SINOR
અવાખલ ગામે શિનોર તાલુકા વસાવા સમાજની મીટીંગ યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા


શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આયોજિત 14મોં સમૂહ લગ્નોત્સવ તારીખ ૧૦ – ૫ – ૨૦૨૪ ના રોજ શિનોર તાલુકાના અવાખલ ગામે આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે યોજાનાર છે.ત્યારે આ સમૂહ લગ્નોત્સવ ને કેવી રીતે સફળ બનાવી શકાય તેના આયોજન ના ભાગરૂપે શિનોર તાલુકા વસાવા સમાજના પ્રમુખ લલિતચંદ્ર વસાવાના ઘરે આજે એક મીટીંગ આયોજિત કરવામાં આવી હતી.આ તકે શિનોર તાલુકા વસાવા સમાજના પ્રમુખ લલિતચંદ્ર વસાવા, ઉપ પ્રમુખ રમેશભાઇ વસાવા,અલ્પેશભાઈ વસાવા સહિત શિનોર તાલુકા વસાવા સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ફૈઝ ખત્રી- શિનોર
[wptube id="1252022"]









