
સુરેન્દ્રનગર જિલ્લામાં બીપરજોઈ વાવાઝોડામાં ભારે વરસાદ પડતા ધજાળાના આશ્રમશાળાનો પુલ તૂટ્યો.ધજાળા પી.એચ.સી.ના મલ્ટી પર્પજ હેલ્થ સુપરવાઈઝર દલપતભાઈ ની સરાહનીય કામગીરી જોવા મળી.હાલ જ્યારે બીપરજોઈ વાવાઝોડા એ તબાહી મચાવી છે.ત્યારે સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈ રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતાં ધજાળાના આશ્રમશાળા પુલ પર મચ મોટા ખાડા પડી જવા પામ્યા હતા .ત્યારે સાયલા તાલુકાના ઢીકવાળી.ગ્રામભડી.કસવાળી. ગંગાજળ જેવા ગામોને જોડતા પુલ પર ખાડાઓ પડતા ભારે હાલાકી સર્જાણી હતી .સગર્ભા મહિલા.વૃદ્ધ.બાળકો બીમાર વ્યક્તિઓ દર સોમાસા માં ભારે હેરાન થતા હોવાનું જાણવા મળ્યું છે.તેમજ આશ્રમશાળા સ્કૂલ પણ સંપર્ક વિહોણી બને છે.ત્યારે એક દર્દી નો ધજાળા પી.એસ. સી ના સુપરવાઈઝર દલપતભાઈ ને કૉલ આવ્યો દર્દીની દવામાટે ધજાળા આવ્યા સીએ પણ આશ્રમશાળાનો
પુલ તૂટી જવાથી આગળ આવી શકીએ એવી પરિસ્થિતિ નથી ત્યારે ડો.દલપતભાઈ એ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું .ધજાળા પી.એસ.સી ખાતે મિટિંગ પૂર્ણ કર્યા બાદ ધજાળા થી એક કિમિ આશ્રમશાળા પુલ ખાતે પહોંચી પોતાના જીવની પરવા કર્યા વિના નદીના વહેતા પાણીમાં દર્દીને દવા પહોંચાડવા પહોંચ્યા હતા. ધજાળાના મલ્ટી પર્પજ હેલ્થ સુપરવાઈઝરની સરાહનીય કામગીરીને જોઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જ્યારે બીપોરજોય વાવાઝોડા માં વરસાદ થતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધજાળા ના મલ્ટી પર્પજ હેલ્થ સુપરવાઈઝર દલપતભાઈ,mphw દ્વારા ચાર ગામ ને જોડતા બેઠા કોઝવે પર પાણી ફરી વલતા સંપર્ક વિહોણા સામેના ગામ ના દર્દીઓને મુશ્કેલી નાં પડે તે માટે પ્રાથમિક સારવાર આપવામાં આવી. તેમજ બીપરજોઈ વાવાઝોડાના વરસાદી માહોલ માં તકેદારી તેમજ આરોગ્ય વિષયક સલાહ આપવામાં આવી.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા ,,સાયલા

