SAYLA

કોળી સમાજની દીકરી ધારા માટે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કલેક્ટર ને આવેદન પાઠવ્યું.

સુરજ ભુવાજી એ કરેલી સ્વ.ધારા ની હત્યા કેસ ના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. જ્યારે તા.3.6.2023 નાં રોજ સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરીએ રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મેળા નાં મેદાન થી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું. સૂરજ ભૂવા સહિત તમામ આરોપીઓ ને કડક કાર્યવાહી કરી ફાંસી આપવામાં આવે તેવી ઠાકોર સમાજની માંગ સાથે જણાવ્યું હતું..તેમજ ઉગ્ર સાથે ઠાકોર સમાજ માં રોષ ની લાગણી જોવા મળી હતી. જુનાગઢ શહેર માં પરિવાર સાથે રહેતી સ્વ.ધારા બહેન ને ઢોંગી સૂરજ ભુવાજી એ અને તેના સાગરીતો દ્વારા અપહરણ. દુષ્કર્મ અને કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજે ગુજરાત રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડી.એસ‌પી સાહેબ અને કલેક્ટર શ્રી સાહેબ ને આવેદનપત્ર સાથે આ તમામ ગુનેગારોને ફાંસી ની સજાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી. જેમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સંગઠન અધ્યક્ષ રમેશજી ઠાકોર, જિલ્લા અને તાલુકા ના સંગઠનો, ગ્રામ્ય વિસ્તારના સંગઠનો, બીજા અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાંતિપૂર્વક રેલી યોજી તમામ મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ.. જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button