SAYLA

બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ધજાળા ગામે એરટેલ ટાવર નો સ્પાર્ટ ખુલી જતા ગામલોકોના જીવ રહ્યા હાથમાં.

સાયલા- સાયલા તાલુકાના ધજાળા ગામે બીપરજોઈ વવાઝોડાની અસરના કારણે ગામમાં આવેલ એરટેલ ટાવરનો સ્પાર્ટ ખુલી જતા ટાવરના અધિકારી અજય ગૌસ્વામીને અને નીચે રહેણાંક વિસ્તારોમાં ગ્રામજનોને ઝાલાવાડ ની વાત દ્વારા એલર્ટ કરવામાં આવ્યા સેમ્પ્સા કંટ્રોલ રૂમ માં જાણ કરવામાં આવી .સુરેન્દ્રનગર કલેકટર શ્રી કે.સી.સંપટ સાહેબને જાણ થતાં તપાસના આદેશ કરવામાં આવ્યા બાદ ટાવરના અધિકારી અજય ગૌસ્વામી નો સંપર્ક કરવામાં આવ્યો .પણ ૧૬ કલાક બાદ રીપેર ના થતા ગ્રામજનોના જીવ હાથમાં રહ્યા.બીપરજોઈ વાવાઝોડાની અસરના કારણે ટાવરની ૨૦૦ ફૂટની ઉંચાઈ પરથી સ્પાર્ટ નીચે પટકાઈ તો કેટલાઈ લોકોના જીવ જોખમાય તેવી પરિસ્થિતિ સર્જાણી નીચે કાચા મકાનો તેમજ રહેણાંક વિસ્તારના લોકો એ આખી રાત જાગી ને કાઢી .એરટેલ ટાવરના અધિકારીને જાણ કરવા સતા તાત્કાલિક રીપેરીંગ ન કરતા ગ્રામજનો દ્વારા ટાવરના અધિકારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાઇ તેવી માંગ સાથે લોકોમાં રોષ જોવા મળ્યો.

અહેવાલ.. જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button