SAYLA

હડાળા પ્રાથમિક શાળાના રસ્તાઓમાં પાણી ફરી વળતાં બાળકોને ભારે મુશ્કેલી.

ઠેર ઠેર વરસાદ ને કારણે કાદવ કીચડ જોવા મળે છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલુ હડાળા પ્રાથમિક શાળાના જવાનાં રસ્તામાં પાણી ફરી વળતા બાળકોને દર વર્ષે અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.હડાળા ગામ નાં વતની પ્રવિણભાઇ કાનજીભાઈ વસવેલીયા એ જણાવ્યું કે રસ્તા ઓ પર પાણી ભરાઈ જાય ત્યારે શિક્ષકો બાળકોને રજા જાહેર કરી દેશે.તો વારંવાર રજા પાડવાથી બાળકો ને પુરતો અભ્યાસ કરી શકતા નથી તેમજ અન્ય બાળકો ને જીવજંતુઓ કરડે અથવા બીમાર પડે તો જવાબદાર કોણ? જેવાં અનેક સવાલો ઉઠ્યા છે.

શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી છતાં કોઈ ધ્યાન આપતું નથી.લોકોનુ કહેવુ છે કે શાળા ની આજુબાજુ રસ્તાઓ રિપેર કરી નાળાં મૂકવામાં આવે તેવી લોકોની માંગ છે.

અહેવાલ..જેસીંગભાઇ સારોલા (સાયલા)

[wptube id="1252022"]
Back to top button