JETPURRAJKOT

રાજકોટ શહેર પોલીસ દ્વારા શ્રી કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સ્કુલ ખાતે“ટ્રાફિક અવેરનેસ સેમીનાર” યોજાયો

તા.૨૭ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લેતી વિદ્યાર્થિનીઓ

ટ્રાફિક નિયમો વિષે જાગૃતિ લાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા શ્રી કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સ્કુલ ખાતે “ટ્રાફિક અવેરનેસ સેમીનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેર પોલીસના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.જી.વાઘેલાએ સ્કુલની આશરે ૧૦૦૦ વિદ્યાર્થીનિઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે તલસ્પર્શી સંવાદ કરીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન, ઝીબ્રા ક્રોસિંગ, ડ્રાઈવિંગ લાઇસન્સની અગત્ય, હેલ્મેટ, વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, સિગ્નલ પરની લાઈટ્સ સહિત સલામત ડ્રાઈવીંગ અંગે પી.પી.ટી.ના માધ્યમથી માહિતગાર કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. ઉપરાંત વિદ્યાર્થિનીઓ પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગેના શપથ લેવડાવીને જવાબદાર નાગરિક બનવાની શીખ અપાઇ હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ગીતાબેન શાહ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button