થાનગઢ નાં વિસ્તારમાં આશરે એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ થાનગઢ ના નળખંભા ગામની સીમમાં વારંવાર વીજળી પડવાના બનાવો બને છે જેમાં નળ ખંભા ગામની સીમમાં બીજી વાર પશુઓ પર વીજળી હતી. આ ઉપરાંત નળખંભા ગામના રહેવાસી ચમનભાઈ હરજીભાઈ પનારા ની વાડીએ બાંધેલી ભેંસ પર વીજળી પડતા મોત થયું હતું. જોકે લોકોને કોઈ હાની પહોંચી નથી. વીજળી પડતાની સાથે આજુબાજુના રહીશો મા ફફડાટ ફેલાઈ ગયો હતો, આ સમગ્ર ઘટનાને જાણ થતા લોકો દોડી ગયા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા, સાયલા
[wptube id="1252022"]