અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના પાણીબાર નો યુવક સસ્તો આઈ ફોન મંગાવતા ઓનલાઇન છેતરાયો,ઇસરી પોલિસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ
કહેવત માં કહ્યું છે કે લોભિયા હોય ત્યાં ઘુતારા ભુખે ના મરે તે મુજબ કોઈપણ વ્યક્તિ ને લોભામણી લાલચ મળે ત્યારે એ લોભ મળવા ની આશા એ અંધ બની ને તેના પાછળ રચ્યો રહે છે પણ જ્યારે તેને ખબર પડે ત્યારે બહુ જ પસ્તાવો થતો હોય છે આવી જ એક ઘટના મેઘરજ તાલુકા માં બનવા પામી છે
વાત છે મેઘરજ તાલુકા ના પાણીબાર ગામ ની પાણીબાર ગામેં રહેતા અને ખેતી નો વ્યવસાય કરતા રમેશ ભાઈ ખાંટ ના મોબાઈલ માં ઇસરી સાબરકાંઠા બેન્ક નું ગૂગલ એકાઉન્ટ અને તેમની પત્ની ના મોબાઈલ માં પણ સાબરકાંઠા બેન્ક ના ખાતા નંબર સાથે ગૂગલપે એકાઉન્ટ સ્ટોર કરાવેલ છે રમેશ ભાઈ ના દીકરા મેહુલ ભાઈ મોડાસા કોલેજ માં ભણે છે તેઓ શનિ રવિ કે અન્ય કોઈ રજા ના દિવસે ઘરે આવતા હોય છે ગત 14 ઓગસ્ટ ના રોજ મેહુલ ભાઈ બપોર બાદ મોડાસા હતા ત્યારે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક લિંક આવેલી હતી જેમાં આઈફોન 14 પ્લસ 1000 ગ્રાહકો ને આપવા ના છે તેવી લોભામણી જાહેરાત જોઈ એ લિંક તેને તેના પપ્પા રમેશ ભાઈ ને મોકલી રમેશ ભાઈ એ એ લિંક આધારે પોતાનું નામ સરનામું વગેરે જે વિગત માંગી હતી તે ભરી ને સબમિટ કરી ત્યારે સામે થી કોલ આવ્યો કે તમારું મોબાઈલ નું પારસલ તૈયાર છે જેથી અલગ અલગ નંબર પરથી અલગ અલગ ખાતા નંબર મોકલી રમેશ ભાઈ અને તેમની પત્ની ના ખાતા માંથી કુલ 399000 રૂપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા છતાં કોઈ મોબાઈલ નું પારસલ આવ્યું નહીં છેલ્લે ફોન આવ્યો કે મીઠાઈ માં 26000 રૂપિયા જમા કરાવો એ ના પાડતા પોલીસ કેસ ની ધમકી આપી જેથી રમેશ ભાઈ ને ખબર પડી કે પોતે છેતરાયા છે જેથી ઇસરી પોલીસ મથક માં અજાણ્યા ફોન નં વાળી વ્યક્તિ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી ને જિલ્લા સાયબર સેલ માં પણ અરજી આપી છે